મનોવૈજ્ઞાનિક કસોટી
ભૂડીયા મનીષા જાદવજીભાઈ
S.y.B.Ed.
રોલ નંબર =35
મનોવૈજ્ઞાનિક કસોટી
મા આશાપુરા કોલેજ ઓફ એજ્યુકેશન વર્ષ : ૨૦૧૯ - ૨૦૨૧ તાલીમાર્થીઓ દ્વારા બી.એડ ઇન્ટર્નશીપના ભાગ સ્વરૂપે મનોવૈજ્ઞાનિક કસોટી લેવામાં આવી હતી. જેમાં સુખપરના ધોરણ ૯ ના વિદ્યાર્થીનીઓએ આ કસોટી આપી હતી.
આ મનોવૈજ્ઞાનિક કસોટી ના આધારે વિદ્યાર્થીનીઓનો ગણિત વિષય પ્રત્યેનો ગમો અણગમો જાણવા માટે ગૂગલ ફોર્મમાં ગણિત વલણ માપદંડ તૈયાર કરવામાં આવ્યો હતો. જેના આધારે વિદ્યાર્થીનીઓની ગણિત પ્રત્યેની રસ-રુચિ જાણી શકાય તેના માટે કેટલાક પ્રશ્નોની યાદી તૈયાર કરી પંચપદી મનોવૈજ્ઞાનિક કસોટી તૈયાર કરવામાં આવી હતી. જે ના પ્રશ્નો આ મુજબ હતા...
ઉપર મુજબના પ્રશ્નોના આધારે વિદ્યાર્થિનીઓનું મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું.
ગુણાંકન
પ્રશ્નો 1 થી 10 = સંપૂર્ણ સહમત = 4
સહમત = 3
અનિશ્ચિત = 2
અસહમત = 1
સંપૂર્ણ અસહમત=0
પ્રશ્નો 11 થી 20 = સંપૂર્ણ સહમત =0
સહમત =1
અનિશ્ચિત = 2
અસહમત = 3
સંપૂર્ણ અસહમત = 4
65 થી વધુ = most favorable
55થી 64 = favorable
40 થી 54 = normal
30થી 39 = unfavorable
39 થી ઓછા = most unfavorable
ઉપરના કોષ્ટક પરથી તેમજ મૂલ્યાંકન યોજનાના આધારે એવું કહી શકાય કે વરસાણી રેવાને ગણિત વિશે સૌથી પ્રિય છે, તેમજ રાબડીયા રાજ, રાબડીયા ધ્રુવ અને મેપાણી ભાવિક ગણિત વિશે પ્રિય છે. જ્યારે ખેતાણી ભક્તિને ગણિત વિષય જરાય ગમતો નથી એવું લાગે છે. ધોરણ નવની વિદ્યાર્થીનીઓએ આ કસોટી ઉત્સાહપૂર્વક આપી હતી.
શૈક્ષણિક ફલિતાર્થ :
* શિક્ષકે વિદ્યાર્થીઓને ગણિત વિષય પ્રત્યે કેવો રસ છે તે જાણવા પ્રયત્ન કરવો.
* વિદ્યાર્થીઓને ગણિત વિષય નાપસંદ હોવા પાછળનો કારણ જાણવા.
* ગણિત વિષયને રસપ્રદ બનાવવા માટે સરળ પદ્ધતિઓ અને પ્રયુક્તિઓનો ઉપયોગ કરવો.
*વિદ્યાર્થીઓને ગાણિતિક પ્રવૃત્તિઓ કરવા માટે પૂરતુ પ્રોત્સાહન પુરૂં પાડવું.
*વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપવું પાડવું.
*શક્ય બને તો દરેક વિદ્યાર્થીઓનો વ્યક્તિગત રીતે મનનો ભાવ જાણવા પ્રયત્ન કરવો.
* વિદ્યાર્થીઓને ગણિત વિષયમાં પડતી મુશ્કેલીઓ દૂર કરવા પ્રયત્ન કરવો.
Very good....
ReplyDeleteCongratulations...For help
આ કસોટી ના રસયિતા કોણ છે ?
Deleteઆ કસોટી ના રસયિતા કોણ છે ?
ReplyDelete