ક્રિયાત્મક સંશોધન


ભુડિયા મનીષા જાદવજીભાઇ
S.y.B.Ed.
રોલ નંબર : 35

                       ક્રિયાત્મક સંશોધન

પ્રસ્તાવના : 

               શિક્ષણ સંસ્થાઓને પોતાના દૈનિક કામકાજમાં અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. શાળા સંચાલન ના પ્રશ્નો, શિક્ષણ પદ્ધતિઓ અંગેના પ્રશ્નો, વિદ્યાર્થીઓને લગતા પ્રશ્નો, અભ્યાસક્રમ અંગેના પ્રશ્નો, પાઠ્યપુસ્તક અંગેના પ્રશ્નો, પરીક્ષણ અને મૂલ્યાંકન અંગેના પ્રશ્નો, શાળા વ્યવસ્થા અંગેના પ્રશ્નો વગેરે અનેક પ્રકારના પ્રશ્નો નું અનેક ઢબે નિરાકરણ લાવવામાં ક્રિયાત્મક સંશોધનની પદ્ધતિ અત્યંત ઉપયોગી બને છે. પોતાનું રોજ-બરોજ નું કામ કરતાં જે નાના-મોટા પ્રશ્નો ઉદ્ભવે તેનો ઉકેલ કાઢવા માટે તજજ્ઞ પાસે દોડવાનું કોઈને પણ ન પાલવે. જીવનના મોટા ભાગના પ્રશ્નોનો નિકાલ પોતાની આપ બુદ્ધિથી અને પ્રત્યક્ષ કાર્ય માંથી મળેલા અનુભવને આધારે લાવવાનો હોય છે. મનુષ્ય પાસે તારવાની અને વ્યવહારૂ નિર્ણય લેવાની શક્તિ છે, પોતાના ક્ષેત્રમાં ઉભી થતી સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કરનારો માણસ ક્રિયાત્મક સંશોધન ક્ષેત્રમાં પ્રવેશ કરે છે તેમ કહી શકાય.

ક્રિયાત્મક સંશોધનની સંકલ્પના :

                શાળાના રોજ-બરોજના કાર્યમાં કેટલાક પ્રશ્નો આપણી સમક્ષ ઉપસ્થિત થાય છે, તે પ્રશ્નોનો ઉકેલ માટે આપણે આપણા સહકાર્યકરો અનેે મિત્રોની મદદથી પ્રશ્નો સમજવા પ્રયત્ન કરીએ છીએ. પ્રશ્નોની ચર્ચા વિચારણા કરી ઉકેલ લાવવાા માટે આપણે પ્રયત્ન કરીએ છીએ. વળી તેમાં પણ કેટલાક પ્રશ્નો એવા પણ હોય છે જે માટે આપણે વૈજ્ઞાનિક રીત અપનાવવી પડે છે, આ પ્રકિયા ને "ક્રિયાત્મક સંશોધન" કહેવામાં આવેે છે.

                  ડો. સ્ટીફન કોરી ના મત મુજબ, " પૂર્વગ્રહ કે પક્ષ વાત વગર વૈજ્ઞાનિક અને પરલક્ષી દ્રષ્ટિથી જે સંશોધનો પ્રશ્નોના કે કોયડાઓનો ઉકેલ માટે થાય તેની ક્રિયાત્મક સંશોધન કહી શકાય." 

                  ક્રિયાત્મક સંશોધન એટલે "શિક્ષકને તેના શિક્ષણ કાર્યમાં ચોક્કસ મુશ્કેલીઓ નડે તે મુશ્કેલીના, તે સમસ્યાના ઉકેલ માટે વૈજ્ઞાનિક ઢબે વિચારીને કામ કરવું તે." 

ક્રિયાત્મક સંશોધન નું મહત્વ : 

                ક્રિયાત્મક સંશોધન એ ખરેખર એક અતિ મહત્વનો અને અસરકારક આધુનિક પ્રવાહ છે. નીચેની બાબતો પરથી સ્પષ્ટ છે:
૧) વર્ગખંડની શાળાની વિવિધ સમસ્યાઓનું વૈજ્ઞાનિક ઢબે અભ્યાસ કરવાનું શક્ય બને છે.
૨) સંશોધનનો ગાળો ટૂંકો હોય છે, એટલે સમસ્યાઓનો તાત્કાલિક અને યોગ્ય ઉકેલ લાવવામાં આ પ્રકારનું સંશોધન ઉપકારક બને છે.
૩) ક્રિયાત્મક સંશોધન દ્વારા શિક્ષણકાર્ય વધુ અસરકારક અને સફળ બનાવીી શકાય છે.
૪) ક્રિયાત્મક સંશોધન શાળાના સમગ્ર આયોજન અને કાર્યપદ્ધતિ માં સુધારણા લાવવા માં અત્યંત ઉપયોગી થઈ પડે છે.
૫) વિદ્યાર્થીઓનો સર્વાંગી વિકાસ સાધવા ક્રિયાત્મક સંશોધનની નોંધપાત્ર ઉપયોગિતાા છે.
૬) શૈક્ષણિક કાર્યક્રમો ની ગુણવત્તા વધારવામાં અને શિક્ષણનું સ્તર ઊંચું લાવવામાં ક્રિયાત્મક સંશોધન ખૂબ જ ઉપયોગી બની રહે છે.

ક્રિયાત્મક સંશોધન ની મર્યાદાઓ : 

                ક્રિયાત્મક સંશોધન ના કેટલાક લાભો હોવા છતાં તેની નીચેના જેવી કેટલીક મર્યાદાઓ કે અવરોધો જોવા મળે છે.
૧) આપણા દેશમાં આ પ્રકારના સંશોધનો માટેનું વાતાવરણ હજુ જામ્યું નથી. શાળાઓ ના આચાર્યો, શિક્ષકો અને નિરીક્ષકો પણ ઉદાસીનતા દાખવે છે.
૨) સંશોધન ખાતર સંશોધન કરવામાં આવે તો તેનાથી કસો હેતુસરે નહીં, શિક્ષકે વૈજ્ઞાનિક પદ્ધતિનેે વળગી રહેવું જોઈએ.
૩) વર્ગોમાં વિદ્યાર્થીઓની વધુ સંખ્યા, લાંબા અભ્યાસક્રમો, શિક્ષક પક્ષએ સમયનો અભાવ વગેરે કારણોનેેે લીધે પણ ક્રિયાત્મક સંશોધન શક્ય બનતું નથી.
૪) કેળવણીખાતું, નિરીક્ષકો, શિક્ષણાધિકારીઓ વગેરેે તરફથી પૂરતા પ્રોત્સાહન નો અભાવ હોય છે. એમનું આવા સંશોધનમાં નહિવત સહકાર હોય છે.
              આમ છતાં, સાચા શિક્ષકે આ બધી મર્યાદાઓને પાર કરી પોતાનું અધ્યાપન કાર્ય અને શિક્ષકની ગુણવત્તા સુધારવા આ પ્રકારના ક્રિયાત્મક સંશોધન હાથ ધરતા રહેવું જોઈએ.

ક્રિયાત્મક સંશોધન ના સોપાનો : 

                ક્રિયાત્મક સંશોધન દ્વારા વર્ગ સમસ્યાને ટૂંકાગાળામાં હલ કરવાાાનો પ્રયાસ થાય છે. ક્રિયાત્મક સંશોધન સફળ રીતે કરવા માટે નીચેેેેે જણાવેલ સોપાનો ધ્યાનમાં રાખવા જરૂરી છે.
૧) સમસ્યા
૨) સમસ્યા ક્ષેત્ર
૩) સમસ્યાના સંભવિત કારણો
૪) પાયાની જરૂરી માહિતી
૫) ઉત્કલ્પના
૬) પ્રયોગ કાર્યની રૂપરેખા
૭) મૂલ્યાંકન
૮) તારણ, પરિણામ, અનુકાર્ય

                                 સમસ્યા

                 શ્રી માનકુવા કેળવણી મંઽળ સંચાલિત  ઉચ્ચતર માધ્યમિક શાળા માનકુવા ના ધોરણ 11 ના વિદ્યાર્થીઓને નામાના મૂળતત્વો વિષય અઘરો લાગે છે.

                              સમસ્યા ક્ષેત્ર

શાળા :  શ્રી માનકુવા કેળવણી મંઽળ સંચાલિત ઉચ્ચતર                       માધ્યમિક શાળા 
ધોરણ : ૧૧ 

                            સમસ્યા વિસ્તાર

                  શ્રી માનકુવા કેળવણી મંઽળ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળાના ધોરણ 11 ના વિદ્યાર્થીઓને વાણિજ્ય શાખામાં અન્ય વિષયોની સરખામણીએ નામાના મૂળતત્વો વિષય અઘરો લાગે છે.

                   સમસ્યાના સંભવિત કારણો 



                        પાયાની જરૂરી માહિતી

                   મને ઈન્ટરશિપ દરમિયાન શ્રી માનકુવા કેળવણી મંઽળ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળા ધોરણ 11માં નામાના મૂળતત્વો વિષયનું શિક્ષણ કાર્ય કરાવવા ની અમૂલ્ય તક મળી.
                 વિદ્યાર્થીઓને નામાના મૂળતત્વો વિષય ભણાવતા જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓને આ વિષય અઘરો લાગે છે તેમજ એકમ કસોટી ચેક કરતા જાણવા મળ્યું કે વિદ્યાર્થીઓને આ વિષય અઘરો લાગતો હોવાથી એકમ કસોટી માં ઓછા ગુણ મળેલ છે.

                               ઉત્કલ્પનાઓ

• વિદ્યાર્થીઓને જુદી જુદી પ્રવૃત્તિઓ દ્વારા શિક્ષણ આપી નામાના મૂળતત્વો વિષય માં રસ લેતા કરવા માં આવે.
• વિદ્યાર્થીઓને નામાના મૂળતત્વો વિષય નો અભ્યાસ કરાવતી વખતે સૌપ્રથમ નામાના મૂળભૂત સિદ્ધાંતોની સમજ આપવામાં આવે.
• શાળા દ્વારા નામાના મૂળતત્વો વિષયનો અભ્યાસ કરાવવા માટે નિષ્ણાંત શિક્ષકની નિમણૂક કરવામાં આવે.
• વિદ્યાર્થીઓને રસપ્રદ ઉદાહરણ આપી નામાના મૂળતત્વો વિષય નું શિક્ષણ આપવામાં આવે.
• વિદ્યાર્થીઓને સરળ રીતથી ગણતરી કરતાં શીખવવામાં આવે.
• વિદ્યાર્થીઓને નામાના મૂળતત્વો વિષયમાં પાયાના શિક્ષણની સમજ વ્યવસ્થિત આપવામાં આવે.
• વિદ્યાર્થીઓને નામાના મૂળતત્વો વિષયની સાચી સમજ આપી પૂર્વગ્રહ દૂર કરી શકાય.
• વિદ્યાર્થીઓ અને શિક્ષક વચ્ચે ગેરસમજ દૂર કરી સારા સંબંધો સ્થાપિત કરવામાં આવે.
• વિદ્યાર્થીઓને રસપ્રદ રીતે નામાના મૂળતત્વો વિષયનું શિક્ષણ આપવું જોઈએ.
• શિક્ષક દ્વારા આપવામાં આવતા ઉદાહરણ વિષયને અનુરૂપ અને વ્યવહારિક હોવા જોઈએ.
• વર્ગખંડમાં વિદ્યાર્થીઓ વચ્ચે સહકારની ભાવના કેળવાય તે રીતે શિક્ષણ આપવું જોઈએ.
• વિદ્યાર્થીઓમાં તાર્કિક શક્તિનો વિકાસ થાય તેવી પ્રવૃત્તિ કરાવવામાં આવે.

                          પ્રયોગ કાર્યની રૂપરેખા 

                   શ્રી  માનકુવા કેળવણી મંઽળ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળામા  ધોરણ 11ના કેટલાક વિદ્યાર્થીઓ ને નામાના મૂળતત્વો વિષય અઘરો લાગે છે. તેઓ આ વિષય પ્રત્યે રસ ધરાવતા થાય  અને તેની અભિવ્યક્તિ માં સુધારો થાય તે માટે આ મુજબનું પ્રયોગ કાર્ય નું આયોજન કરી નડતી સમસ્યાના નિવારણ માટે રૂપરેખા તૈયાર કરી હતી.


                              મૂલ્યાંકન

• વિદ્યાર્થીઓને નામાના મૂળતત્વો વિષય પ્રત્યે અણગમો ઓછો થયો.
• વિદ્યાર્થીઓને ચિત્રો અને ચાર્ટ દ્વારા ભણવાની વધુ મજા આવી અને વધારે યાદ રહ્યું.
• વિદ્યાર્થીઓ નાટ્ય કરણ દ્વારા ભણતા થયા.
• વિદ્યાર્થીઓ સ્વાધ્યાય કરવા માટે રસ દાખવતા થયા.
• વિદ્યાર્થીઓ વર્ગખંડમાં ઉભા થઇ ઉદાહરણો આપતા થયા.
• એકમમાં રહેલા અઘરા શબ્દોની યોગ્ય સમજૂતી મેળવી પોતાની રીતે દાખલાની ગણતરી કરતા થયા.
• વિદ્યાર્થીઓ દરેક એકમના અંતે કસોટી આપી સારા ગુણ મેળવતા થયા.

                     તારણ, પરિણામ, અનુકાર્ય

                  ક્રિયાત્મક સંશોધન શ્રી  માનકુવા કેળવણી મંઽળ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળા ધોરણ 11ના વર્ગના 85 ટકા વિદ્યાર્થીઓ નો નામાના મૂળતત્વો વિષય પ્રત્યેનો અણગમો દૂર થયો અને વિદ્યાર્થીઓ નામાના મૂળતત્વો વિષય પ્રત્યે રસ દાખવતા થયા.

• વર્ગખંડની માંથી કુલ પાંચ ટકા વિદ્યાર્થીઓને અલગ રીતે ભણવું ન ગમ્યું.

• વર્ગખંડમાંથી કુલ ૯૬ ટકા વિદ્યાર્થીઓને ચિત્રો અને ચાર્ટ દ્વારા ભણવું ગમ્યું.

• વર્ગખંડમાં થી ૮૫ ટકા વિદ્યાર્થીઓએ  નાટ્ય કરણ માં ભાગ લીધો અને ૧૦ ટકા વિદ્યાર્થીઓએ અવલોકન કર્યું. જ્યારે પાંચ ટકા વિધાર્થીઓ નિરસ રહ્યા.

• વર્ગખંડમાંથી 89 ટકા વિદ્યાર્થીઓને પાઠના અંતે મૂલ્યાંકન કસોટી આપવી ગમી.

ઉપસંહાર : 

                 ક્રિયાત્મક સંશોધન અને શિક્ષણની ગુણવત્તા વધારવા માટેની એક ક્રમબદ્ધ પ્રક્રિયા છે. આવો સંશોધન શિક્ષણ દ્વારા હાથ ધરવામાં આવે છે અને વૈજ્ઞાનિક ઢબે સમગ્ર સંશોધન કરાય છે. જેના અંતે ચોક્કસ તારણ મેળવી શકાય છે.
     
                  પ્રસ્તુત સંશોધન કાર્યમા શ્રી  માનકુવા કેળવણી મંઽળ સંચાલિત ઉચ્ચતર માધ્યમિક શાળામા અભ્યાસ કરતા ધોરણ 11 ના વિદ્યાર્થીઓને નામાના મૂળતત્વો વિષય કરતા અન્ય વિષય માં વધારે રસ ધરાવતા હોવાના કારણે આ સંશોધન હાથ ધરાયેલ હતું. વિસ્તૃત રીતે અવલોકન, પુથ્થકરણ અને અર્થઘટન કરવાથી તેના ચોક્કસ પરિણામ મળ્યા. અને વિદ્યાર્થીઓને નામાના મૂળ તત્વો પ્રત્યેનો અણગમો દૂર થયો. આ અભ્યાસ વર્ગ શિક્ષકને તેમજ શાળાને તેમનું શિક્ષણ કાર્ય સુધારવામાં મદદરૂપ થશે.

                   આવી ક્રિયાત્મક સંશોધન દ્વારા શાળાને નડતી મુશ્કેલીઓ ના નિવારણ માટે સંશોધન કરવામાં આવે તો શાળાને  યોગ્ય દિશા પ્રાપ્ત થશે. આ સમસ્યાને વિસ્તૃત રીતે જોઈ વર્ગને બદલે શાળા કક્ષાએ હાથ ધરી અભિવ્યક્તિ અંગે વિદ્યાર્થીઓમાં સભાનતા લાવી શકાશે. આ સંશોધન અન્ય સુધારાત્મક બાબતમાં કામ લાગશે તો હું મારી મહેનત ને સાર્થક ગણીશ.

                   પ્રયોગપાત્ર વિદ્યાર્થીઓના નામ

શાળા :  શ્રી  માનકુવા કેળવણી મંઽળ સંચાલિત ઉચ્ચતર                    માધ્યમિક શાળા
ધોરણ : ૧૧
1) મનાલી છગનલાલ
2)ઠક્કર પ્રેમ અરવિંદભાઈ
3)રબારી પ્રવિણ રમેશભાઈ
4)પટેલ વિવેકકુમાર કાંતિભાઈ
5)મહેશ્વરી તન્વી રામજીભાઈ
6)જેઠી ધ્વનિ રાકેશ
7)ઉપાધ્યાય કેશવી રાજેશભાઈ
8)કકલ રોહિત નાનજી
9)ચાવડા મહેન્દ્ર અશોક
10)સીજુ શીતલ નરોતમ
11)જોગી મહેશ જેઠાલાલ
12)કટુવા મિતલ મોહનભાઈ
13)કોલી દિનેશ હીરજીભાઈ
14)સોની રોહન રાજેશભાઈ
15)પટેલ ભક્તિ ગંગારામ
16)રબારી આશા લખાભાઇ
17)રાયમા અનિશા કરીમમામદ
18)સુંઢા મનીષા મહેશભાઈ
19)ચાવડા મહેન્દ્ર અશોક
20)સુથાર સુજલ દિનેશભાઈ

Comments

Post a Comment

Popular posts from this blog

પુસ્તક સમીક્ષા

ઈન્ટરશિપ દરમિયાનનો અહેવાલ