ઈન્ટરશિપ દરમિયાનનો અહેવાલ

ભુડીયા મનીષા જાદવજીભાઈ
 S.y B.Ed.
રોલ નંબર : 35
                                             તારીખ: 31/10/2020
                                             વાર: શનિવાર

              વિષય : ઈન્ટરશિપ દરમિયાનનો અહેવાલ

                બી.એડ્.ના બીજા વર્ષના ત્રીજા સત્રમાં કચ્છ યુનિવર્સિટીના માર્ગદર્શન મુજબ ઇન્ટરશિપ કાર્યક્રમ ગોઠવવામાં આવેલ છે. પણ આ વર્ષે w.h.o. દ્વારા covid-19 ને વૈશ્વિક મહામારી જાહેર કરવામાં આવ્યું છે. આ વૈશ્વિક મહામારી ને ધ્યાનમાં લઇ ઇન્ટરશિપ કાર્યક્રમ ઓનલાઇન ના માધ્યમ દ્વારા યોજવામાં આવ્યો.

તા. 5/8/2020 થી તા. 8/8/2020

                ઈન્ટરશિપના પ્રથમ દિવસે અમે સૌ પ્રથમ શાળાએ જઈ શાળાના આચાર્યશ્રીને ઇન્ટરશીપ અંગેની અને અમારા ગ્રુપ વિશેની માહિતી આપી અને વિષયો તેમજ અભ્યાસક્રમ ની ચર્ચા કરી તેમજ સહ અભ્યાસિક પ્રવૃત્તિ માટે શાળાના આચાર્ય પાસેથી પરવાનગી મેળવ્યા બાદ તેના આયોજન વિશે સહતાલીમાર્થી સાથે ચર્ચા કરી અને ત્યારબાદ ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને સંગીત સ્પર્ધાનું આયોજન કર્યું.

તા. 10/8/2020 થી તા. 15/8/2020

                 શાળામાં રાખવામાં આવતા વિવિધ પત્રકોમાંથી અમે હાજરી પત્રકને પ્રત્યક્ષ રીતે જોઈ અને માહિતી મેળવી તેમજ સહઅભ્યાસિક પ્રવૃત્તિ માં ચિત્ર સ્પર્ધા, નિબંધ સ્પર્ધા અને સંગીત સ્પર્ધા યોજી હતી. તે પ્રવૃતિનું પરિણામ જાહેર કર્યો તેમજ શાળામાં લેવામાં આવતી એકમ કસોટી ના પેપર ચેકિંગ કર્યા.

તા. 17/8/2020 થી તા. 22/8/2020

                 ક્રિયાત્મક સંશોધન કેવી રીતે કરવું, તેની જાણકારી મેળવી તેમજ શાળાના પુસ્તકાલયની મુલાકાત લીધી અને પુસ્તકાલયની દેખરેખ કેવી રીતે કરવામાં આવે છે તે પણ જાણ્યું અને પુસ્તકાલય ડેડસ્ટોકની માહિતી મેળવી તેમજ શાળામાં રાખવામાં આવતા વિવિધ પત્રકો માંથી ધોરણ-10 અને ધોરણ-12 ના પરિણામ પત્રકો ની યાદી દર્શાવતું રજીસ્ટર જોયા તેમજ શાળામાં લેવામાં આવતી એકમ કસોટી ના પેપર ચેકીંગ કર્યા.

તા. 24/8/2020 થી તા. 29/8/2020

                  શાળામાં લેવામાં આવતી એકમ કસોટી ના ધોરણ 11 વાણિજ્ય વ્યવસ્થા અને ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાન ના પેપર ચેકીંગ કર્યા.

તા. 31/8/2020 થી તા. 5/9/2020

                 શાળામાં લેવામાં આવતી એકમ કસોટી ના ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાન ના પેપર શાળામાં રાખવામાં પત્રકો માંથી અમે ફર્નિચર અંગેના ડેડટોપ ની માહિતી મેળવી.
5 સપ્ટેમ્બર એટલે કે ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણ ની જન્મ જયંતી એટલે કે શિક્ષક દિન. શિક્ષક દિન નિમિત્તે શાળામાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ યોજ્યો હતો. શાળાના આચાર્યશ્રી તથા સ્ટાફ મિત્રો સાથે રહીને વૃક્ષારોપણ કર્યું હતું.
તા. 7/9/2020 થી તા. 12/9/2020

                શાળામાં દાખલ થતા નવા વિદ્યાર્થીઓના જે ડોક્યુમેન્ટ લેવામાં આવે છે તે ડોક્યુમેન્ટ ની તપાસ કરી તેમજ શાળામાં લેવામાં આવતી એકમ કસોટી ના પેપર ચેકીંગ કર્યા તેમજ વિદ્યાર્થીઓને ગુણાંકન યોજના તૈયાર કરી.

તા. 14/9/2020 થી તા. 19/9/2020

                સૌ પ્રથમ અમે શાળાએ જઈ શાળાના આચાર્યશ્રી ની પરવાનગી લઇ અને માનકુવા પ્રાથમિક શાળામાં પ્રજ્ઞા વર્ગો ચાલે છે તે વર્ગોની મુલાકાત લીધી અને વિવિધ સાધનો જોયા જેમાં ગણિતના રમત-ગમતના સાધનો, લાગણી ચક્ર, પાયાના સિદ્ધાંતો, માઇલસ્ટોન ચાર્ટ, વિદ્યાર્થી મૂલ્યાંકન બુક, લર્નિંગ લોંગ , ટુકડી ચાર્ટ વગેરે જોયા  હતા  તેમજ શાળાના શિક્ષક જે વિડીયો બનાવે છે તે વિડિયોનું નિરીક્ષણ કર્યું.


તા. 21/9/2020 થી તા. 26/9/2020

                  અભિગમ આધારિત પાઠોના આયોજન  તૈયાર કર્યા તેમજ શાળાએ જવાનું ન હોવાથી ઘરે જઈને શૈક્ષણિક ફિલ્મ 'ગીતા રાની' જોઈ અને નિરીક્ષણ કર્યા અને શાળામાં લેવામાં આવતી એકમ કસોટીના પેપર ચેકીંગ કર્યા.

તા. 28/9/2020 થી તા. 3/10/2020

                  28 સપ્ટેમ્બર શહીદ-એ-આઝમ ભગતસિંહની જન્મ જયંતી છે જેમણે હસતા હસતા દેશ પર પોતાનો જીવ બલિદાન આપ્યો. દેશના સૌથી મોટા ક્રાંતિકારી અને તેમની હિંમતથી અંગ્રેજ શાસનના મૂળને હલાવનારા ભગતસિંહ આઝાદી ના જુસ્સાથી યુવાનોના દિલને ભર્યા. તેમની પ્રતિમાને પુષ્પમાળા અર્પણ કરી, જન્મ જયંતીની ઉજવણી કરી હતી તેમજ શાળામાં લેવામાં આવતી એકમ કસોટીના ધોરણ 12 ના વાણિજ્ય વ્યવસ્થા પેપર ચેકીંગ કર્યા તેમજ ઈન્ટરશિપ દરમિયાન જે પ્રવૃત્તિઓ કરવાની છે તેમાં નિવૃત્ત શિક્ષકના અહેવાલ અંતર્ગત અમે શ્રી હેમલતાબેન માલસુરભાઈ ભોજકની રૂબરૂ મુલાકાત લીધી  હતી.

તા. 5/10/2020 થી તા. 10/10/2020

               શાળામાં લેવામાં આવતી એકમ કસોટી ધોરણ 10 ના સામાજિક વિજ્ઞાનના પેપર ચેકીંગ કર્યા તથા ધોરણ 9 ના સામાજિક વિજ્ઞાન ના પેપર ચેકીંગ કર્યા તેમજ શાળાના આચાર્યશ્રી ડો.તેજસ પાઠક ના જન્મદિવસની ઉજવણી કરી. જેમાં સૌ તાલીમાર્થીઓ સાથે મળીને તેમના માટે કાર્ડ બનાવી અને તેમને કાર્ડ અને પુષ્પગુચ્છ આપ્યો.

તા 12/10/2020 થી 17/10/2020

                શાળામાં  લેવામાં આવતી એકમ કસોટી ના પેપર ચેકીંગ કર્યા તેમજ મનોવૈજ્ઞાનિક કસોટીની સમજ મેળવી અને ગૂગલ ફોર્મમાં મનોવૈજ્ઞાનિક કસોટી તૈયાર કરી તેમજ રિલીવર્સબુક, દૈનિક હાજરી બૂક, નોટિસબુક, આયોજન બુક ની માહિતી મેળવી.

તારીખ 19/10/2020 થી તારીખ 24/10/2020

                સહઅભ્યાસિક પ્રવૃત્તિ અંતર્ગત સ્લોગન સ્પર્ધાનું આયોજન કર્યું. સ્લોગન માટે પોસ્ટર્સ ની ડિઝાઇન તૈયાર કરી. સ્લોગન માટેનું ફોર્મેટ તૈયાર કરી વિદ્યાર્થીઓના ગ્રુપમાં મોકલ્યો તેમજ શાળામાં લેવામાં આવતી એકમ કસોટીના પેપર ચેકીંગ કર્યા. નવરાત્રિ પર્વ નિમિત્તે રાસ-ગરબાનું આયોજન કર્યું . જેમાં શાળાના સ્ટાફ મિત્રો તથા દરેક તાલીમાર્થીઓએ ઉત્સાહભેર રાસ ગરબા રમ્યા તેમજ આવક રજીસ્ટર, જાવક રજીસ્ટર અને કમી રજીસ્ટર અંગેની માહિતી મેળવી.

તારીખ 26/10/2020 થી 28/10/2020 

                 સ્લોગન સ્પર્ધાનું પરિણામ જાહેર કર્યું તેમજ એકમ કસોટીના ગુણપત્રક તૈયાર કર્યા. જે વિદ્યાર્થીઓ સ્પર્ધામાં ભાગ લીધો હતો અને નંબર મેળવ્યા તેમજ જેમણે ભાગ લીધો હતો તે વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે ઇનામો પેકિંગ કર્યા તેમજ ઈન્ટરશિપ દરમિયાન ની કામગીરી પૂર્ણ કરી પત્રકો પરત મેળવ્યા અને શાળાને ભેટ અર્પણ કરી અને ઉત્સાહભેર ઇન્ટરશિપ કાર્યક્રમ પૂર્ણ કર્યો.

Comments

Post a Comment

Popular posts from this blog

પુસ્તક સમીક્ષા

ક્રિયાત્મક સંશોધન