નિવૃત્ત શિક્ષકની મુલાકાત(અહેવાલ)

ભુડિયા મનીષા જદવજીભાઈ    
S.y B.Ed.
રોલ નંબર : 35 
                                                 તારીખ  : 5/10/2020 
                                                    વાર.  :  સોમવાર

                વિષય :- નિવૃત શિક્ષક ની મુલાકાત અંગે

        હેમલત્તાબેન માલસુરભાઇ ભોજક જે એક નિવૃત શિક્ષક છે તેઓની અમે તારીખ 3 ઓક્ટોબર 2020 ના રોજ રૂબરૂ મુલાકાત લીધી હતી. તેમનો જન્મ 10 ઓક્ટોબર 1955ના રોજ કચ્છમાં માંડવી માં થયો હતો . તેમના માતાનું નામ જશોદાબેન અને પિતાનું નામ માલસુરભાઈ છે. તેમનું બાળપણ માંડવીમાં જ વીત્યું. તેઓએ પ્રાથમિક શિક્ષણમાં એક થી ચાર ધોરણ નું શિક્ષણ સરકારી શાળામાં મેળવ્યું. ત્યારબાદ નુ પ્રાથમિક શિક્ષણ અને માધ્યમિક શિક્ષણ શેઠ ખીમજી રામદાસ કન્યા વિદ્યાલય માંડવીમાં મેળવ્યું. તેઓએ વર્ષ 1979-80 માં બી.એડ ની ડીગ્રી મુન્દ્રા કોલેજમાંથી પ્રાપ્ત કરી હતી. તેઓએ અર્થશાસ્ત્ર અને ભૂગોળ વિષય સાથે B.Edની ડીગ્રી મેળવી હતી.

         તેમણે 26 વર્ષની ઉંમરે વર્ષ ૧૯૮૧માં એક શિક્ષક તરીકે કારકિર્દીની શરૂઆત કરી. તેઓએ શિક્ષક તરીકે માતૃછાયા કન્યા વિદ્યાલયમાં ફરજ બજાવી હતી. તેઓએ માતૃછાયા કન્યા વિદ્યાલયમાં અર્થશાસ્ત્રના શિક્ષક તરીકે 33 વર્ષ સુધી કામગીરી કરી હતી. 2013માં તેઓ શિક્ષણ ક્ષેત્ર માંથી વય મર્યાદા પૂર્ણ થતાં નિવૃત્ત થયા હતા. તેઓએ પોતાની શિક્ષક તરીકેની બખૂબી નિભાવી હતી. તેઓ શિસ્તના ખૂબ જ આગ્રહી હતા. તેઓ શિક્ષક તરીકેના કાર્ય ની સાથે-સાથે શ્રી કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કારધામમાં ગૃહમાતાના સ્થાને રહ્યા હતા. તેઓ શ્રી કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કારધામ ની સાથે વર્ષ ૧૯૮૯ થી જોડાયા હતા અને તેમણે શ્રી કચ્છી લેવા પટેલ કન્યા સંસ્કારધામ સાથે 29 વર્ષ કામ કર્યું.

       હેમલતાબેન માત્ર કુશળ ગૃહમાતા કે કુશળ સંચાલક નહોતા. મારા મત મુજબ તેઓ એક સફળ કલાકાર હતા. તેમણે અમારા જીવનમાં મા અને શિક્ષક બંનેનો રોલ અદા કર્યો છે એમની પર્સનાલિટીમાં પ્રભાવ પડે અમારી વચ્ચે એ આવે એટલે  પીન ડ્રોપ સાઇલેન્ટ. તેઓ અમને શિસ્તનો કડક રીતે અમલ કરાવતા તેઓ શિસ્તના ખૂબ જ આગ્રહી હતા. કાર્યના આયોજનની એનામાં ગગજની સૂઝ હતી. આદર્શ કરતાં હંમેશા વાસ્તવિકતાને અપનાવી અમને ન્યાયી માર્ગદર્શન અને સાચા વિચારો આપ્યા છે.  તેઓ અમને એ શીખવતાં કે સાચા સિદ્ધાંત પર સચ્ચાઈથી જીવી જવાની હિંમત રાખો. ગમે તેવી પરિસ્થિતિમાં ધીરજ પણ રાખો અને સાથે સારું આચરણ રાખો.

Comments

Popular posts from this blog

ઈન્ટરશિપ દરમિયાનનો અહેવાલ

પુસ્તક સમીક્ષા

ક્રિયાત્મક સંશોધન