ફિલ્મ સમીક્ષા

ભૂડીયા  મનીષા  જાદવજીભાઈ
S.y.B.Ed.
રોલ નંબર =35

       ફિલ્મ સમીક્ષા

ફિલ્મનું નામ= ચોક અને ડસ્ટર
નિર્માતા      = અમીન સુરાની
નિર્દશક      = જયંત ગિલાટર
સંગીત       = સંદેશ શાડીલય, સોનું નિગમ
કલાકારો    = જુહી ચાવડા, શબાના આઝમી, ઝરીના                         વાહબ, દિવ્યા દત્તા, ઉપાસના સિંહ, રિયા,                      આર્યન બ્બબાર, ગિરીશ કનાડ,                                   જેકી શ્રોફ, સમીર સોની, રિશી કપૂર
પબ્લીશ     =14 સપ્ટેમ્બર 2019

              વર્તમાન સમયમાં જ્યારે વિદ્યા મેળવવી એકદમ પ્રોફેશનલ અને મોંઘી બની ગઈ છે આ સિસ્ટમ ને રજૂ કરતી આ ફિલ્મ "ચોક અને ડસ્ટર" સૌને સંદેશ આપતી ફિલ્મ છે.

               કાંતાબેન હાઇસ્કૂલ ને એવી નંબર વન બનાવવી કે જ્યાં સેલિબ્રિટી ના સંતાનો  જ ભણવા આવે એવી આશા ધરાવતા ટ્રસ્ટી અમોલ પારિક સ્કૂલ ના આચાર્ય પદ અનુભવી ભારતી શર્માને સોંપવાને બદલે કામિની ગુપ્તાને સોંપે છે. જે સ્કૂલ ના અનુભવી અને સિનિયર શિક્ષકોને હેરાન કરવાનું શરૂ કરે છે. સ્કૂલના શિક્ષક વિદ્યા સાવંત અને જ્યોતિબેન તેમનો વિરોધ કરે છે. તેથી કામિનીબેન ગુપ્તા તેમને આધુનિક પદ્ધતિ થી વિદ્યાર્થીઓને ભણાવતા  આવડતું નથી એમ ઠરાવી નોકરી માંથી કાઢી નાખે છે. આ આઘાત સહન ન કરી શકતા વિદ્યાબેન ને હાર્ટએટેક આવે છે અને તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવે છે. જ્યોતિબેન આ અન્યાય સામે ટીવી ચેનલ માં રિપોર્ટર નો સાથ લઈને તેનો વિરોધ કરે છે.

               છેવટે આ શિક્ષકો ની  આવડત અંગે પ્રશ્નો પૂછવામાં આવે છે. વિદ્યાબેન અને જ્યોતિબેન પોતાના અનુભવ અને આવડત સાથે તમામ પ્રશ્નોના સાચા જવાબ આપી આદર્શ શિક્ષકની ભૂમિકા રજૂ કરે છે.

                જ્યોતિબેન (જુહી ચાવડા)  તેમના અભિનયમાં છટાદાર સંવાદો જેવા કે "આજ દ્રોણાચાર્ય બીમાર હૈ, કહા હૈ ઉસકા અર્જુન" જેવા સંવાદોથી સમગ્ર ફિલ્મમાં ઝળકી ઊઠે છે. આ ઉપરાંત વિદ્યાબેનની ગણિત ભણાવવાની અનોખી રીત દિલ ને સ્પર્શી જાય છે. 

                  તમે જે ફિલ્મ સ્ટાર્સ, ક્રિકેટર કે અન્ય સેલિબ્રિટીનના ફેન હોવ તેમની બર્થડે નથી ભૂલતા પણ શું તમને તમારા કોઈ ટિચરનો બર્થડે યાદ છે? આવા જ સવાલોના જવાબને આ ફિલ્મમાં ડિરેક્ટર દ્વારા ખુબ સુંદર રીતે વણી લેવામાં આવ્યા છે. બોલીવૂડમાં આ અગાઉ પણ એજ્યુકેશન સિસ્ટમ પર ફિલ્મો બની છે, પણ પબ્લિક સ્કૂલની વચ્ચે ચાલતી સ્પર્ધામાં કોણ પિસાય છે, તેનો જવાબ કદાચ તમને આ ફિલ્મમાં મળી જશે.
               

Comments

Popular posts from this blog

ઈન્ટરશિપ દરમિયાનનો અહેવાલ

પુસ્તક સમીક્ષા

ક્રિયાત્મક સંશોધન